43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મોત્સવ નિમિત્તે જય શિવરાય સંગઠન દ્વારા ભવ્ય શ્રી છત્રપતિ શિવાજી મહારાજની શોભયાત્રા કાઢવામાં આવી

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર શહેરના સલાટવાડાથી આન-બાન-શાન સાથે પ્રસ્થાન કરાવાયેલી શોભાયાત્રામાં હજારો નગરજનો જોડાયા હતા. જેમાં, ડી.જે, ગંધર્વ ઢોલ, અશ્વસવારો, શણગારેલી બગ્ગીઓ અને વાહનોએ રાજમાર્ગ પર દેશદાઝ સાથે કેસરિયો માહોલ સર્જ્યો હતો.
શહેરના સલાટવાડાથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાયેલી શોભાયાત્રાને પૂર્વ મેયર રણજિત ચવાણના હસ્તે ફ્લેગ ઓફ કરાયો હતો. શોભાયાત્રામાં પારંપારિક પરિધાનો અને કેસરી સાફા સાથે યુવાન-યુવતીઓ જોડાયા હતા બાળકીઓ-યુવાનો-યુવતીઓ જોડાયા હતા. શૌર્યના પ્રતિકરૂપે બાળકીએ હાથમાં તલવાર ધારણ કરી હતી. શોભાયાત્રાનું ગુલાબની પાંદડીઓ થકી ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. કેસરિયો લહેરાવતા યૌવનધને દેશભક્તિના ગીતોના તાલે નૃત્ય કરી દેશદાઝના અનોખા દર્શન કરાવ્યા હતા. શોભાયાત્રાના પ્રારંભે રણજિત ચવાણ, ચન્દ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુભાઇ), બાળુ સુર્વે, મનિષ પગાર, શ્વેતા ઉત્તેકર, રવિ દેવરે, શનિ પવાર સહિત વિવિધક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ધારિત રૂટ પરથી આગળ વધી શોભાયાત્રા રાતે બરાનપુરા શિવાજી ચોક પહોંચી સંપન્ન થઇ હતી

Related posts

અંનગઢ નજીક ફ્રેઈટ કોરિડોર ટ્રેક પર “કોલ્ડ પાયરો” ફટાકડા મળતા ચકચાર

admin

વડોદરાના સયાજીગંજ પોલીસ દ્વારા સેવન સીઝ મોલમાં સરપ્રાઈઝ ચેકિંગ

admin

સાવલી પોલીસને મોટી સફળતા, સગીરાના અપહરણના આરોપીને ઝડપી પાડ્યો

admin

Leave a Comment