પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી હઠીલા હનુમાન દાદાજીના મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારનો સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દવા શનિવારે અને મંગળવારે રામધૂન અને સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર મંગળવારે હનુમાનજી દાદા ને વિવિધ હિંડોળા અને અન્નકૂટ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે બીજા મંગળવારે શ્રી હરિ હનુમાન દાદાજીને 56 ભોગ ધરાવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોય છે અને આજે શ્રી હનુમાન દાદા જી ના મંદિરે અન્નકૂટનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા

