37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ રેલ્વે સ્ટેશન પર યાત્રીઓની હાલત કફોડી પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર છત સુવિધાનો અભાવ

ડભોઇ ઐતિહાસિક ડભોઇ રેલ્વે સ્ટેશન પર એક તરફ કરોડોના ખર્ચે આધુનિકીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ મુસાફરો પ્રાથમિક અને પાયાની સુવિધાઓથી વંચિત હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર છત (શેડ)ની સુવિધા ન હોવાને કારણે અહીંથી અવરજવર કરતા સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

સુવિધાઓના નામે મીંડું તાપ અને ઠંડીમાં મુસાફરો હેરાન
​ડભોઇ રેલ્વે સ્ટેશન મધ્ય ગુજરાતના એક મહત્ત્વપૂર્ણ જંકશન તરીકે ઓળખાય છે, જ્યાંથી રોજીંદી છ થી સાત જેટલી ટ્રેનો પસાર થાય છે અને હજારો મુસાફરોની અવરજવર રહે છે પરંતુ, પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર એક પણ જગ્યાએ પૂરતી છતની વ્યવસ્થા નથી.ઉનાળો બપોરના સમયે મુસાફરોને કાળઝાળ તાપ અને તડકામાં ટ્રેનની રાહ જોવી પડે છે. ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક બની જાય છે શિયાળામાં હાલમાં શિયાળો શરૂ થઈ ગયો છે. પ્લેટફોર્મ 2 અને 3 પર કોઈ પણ બંધ કવરવાળી કે આશ્રયસ્થાન જેવી જગ્યા નથી, જેના કારણે મુસાફરોને કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ઊભા રહેવાની કે બેસવાની ફરજ પડે છે ટ્રેનોના વિલંબથી મુશ્કેલીમાં વધારો વર્તમાન સમયમાં રેલ્વે ટ્રાફિકના કારણે ઘણી ટ્રેનો નિયત સમય કરતાં અડધો કલાકથી એક કલાક જેટલી મોડી ચાલી રહી છે. ટ્રેન મોડી પડવાના કારણે મુસાફરોનો રાહ જોવાનો સમય વધી જાય છે, અને છત કે બેઠક વ્યવસ્થાના અભાવે તેઓ વધુ પરેશાન થઈ રહ્યા છે. લાંબા સમય સુધી તડકામાં કે ઠંડીમાં બેસવાને કારણે યાત્રીઓ માનસિક અને શારીરિક રીતે હેરાન-પરેશાન થઈ જાય છે.આધુનિકીકરણ માત્ર શોભાના ગાંઠિયા સમાન એક તરફ રેલ્વે તંત્ર ડભોઇ સ્ટેશનને આધુનિક બનાવવાની વાતો કરે છે અને કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ મુસાફરોની સૌથી પાયાની જરૂરિયાત સમાન છત અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં રેલ્વે તંત્ર નિષ્ફળ ગયું છે. લોકોમાં એવી ચર્ચા છે કે જો સ્ટેશનને આધુનિક બનાવવું હોય, તો સૌ પ્રથમ મુસાફરોની સુવિધાઓને પ્રાધાન્ય આપવું જોઈએ લોકોની ઉગ્ર માંગ
​ડભોઇના જાગૃત નાગરિકો અને રોજિંદા મુસાફરી કરતા લોકોની રેલ્વે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ છે કે, વહેલી તકે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર પૂરતી અને મજબૂત છતની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત, ઠંડી અને પવનથી રક્ષણ મળી રહે તે માટે યોગ્ય આશ્રયસ્થાનો અને બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી મુસાફરોને તાપ-તડકો અને ઠંડીમાં ત્રાસ ભોગવવો ન પડે. જો રેલ્વે તંત્ર આ દિશામાં તાત્કાલિક પગલાં નહીં લે તો મુસાફરોની હાલાકી વધુ વધશે.

Related posts

શનિદેવ ફાઉન્ડેશન1 હજાર દીકરીને ફિલ્મ બતાવશે

admin

વડોદરાના જાંબુઆ પાસે ટેમ્પો પલટતા વાહનો અટવાયા…

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી

admin

Leave a Comment