30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા

ઇન્ડિગો એરલાઇન્સમાં સ્ટાફની અછત અને ટેકનિકલ ખામીઓ વધતાં દેશભરમાં ફ્લાઇટ્સ રદ — વડોદરા એરપોર્ટ પર મુસાફરોની ભારે હાલાકી

ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સંબંધિત સમસ્યાઓ ઊભી થતાં દેશભરના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને તિરુવનંતપુરમ સહિત અનેક એરપોર્ટ્સ પર અનેક ફ્લાઇટ્સ રદ અથવા કલાકો સુધી મોડી પડી રહી છે.

આ સ્થિતિનો સીધો અસર વડોદરા એરપોર્ટ પર પણ જોવા મળી, જ્યાં મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. અનેક મુસાફરો લાંબા સમય સુધી એરપોર્ટ પર અટવાઈ ગયા હતા અને તેમને ભોજન, આરામ તથા મુસાફરીની અસ્પષ્ટ સ્થિતિને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

વિવિધ સ્થળોએ મુસાફરો દ્વારા એરલાઇન્સ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ રદ થવાની માહિતી સમયસર આપવામાં ન આવતા અવરજવર યોજના સંપૂર્ણપણે બગડી ગઈ હતી.

ઇન્ડિગો દ્વારા હજી સુધી સમસ્યાઓ અંગે કોઈ સત્તાવાર વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ પરિસ્થિતિ સામાન્ય કરવા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.

Related posts

ડભોઇ મહેદવીયા સ્કૂલ ખાતે સ્વ-સાશન દિનની ભવ્ય ઉજવણી બાળકો દ્વારા કરવામાં આવી હતી.

admin

વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવે આરપીએફ અને વડોદરા રેલવે પોલીસની સંયુક્ત કામગીરીમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો

admin

ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક આવેલ લેવલ ક્રોસિંગ પર ટ્રાફિક જામથી મળશે રાહત

admin

Leave a Comment