Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ખંડેરાવ માર્કેટના હિંમત ભવન વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગંદુ અને ડ્રેનેજયુક્ત પાણી આવતા લોકોમાં રોષ

વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી ગંદુ અને ડ્રેનેજયુક્ત પાણી આવી રહ્યાનું બહાર આવતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ખંડેરાવ માર્કેટ વિસ્તારના હિંમત ભવન વિસ્તારમાં આશરે 100 જેટલા મકાનોમાં કાળુ, દુર્ગંધયુક્ત અને ગટરમિશ્રિત પાણી આવતાં લોકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશનને અનેક વાર ઓનલાઈન તેમજ લેખિત રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું નથી. પરિણામે રહેવાસીઓને પીવા માટે મિનરલ વોટર ખરીદવાની ફરજ પડી રહી છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યા તાત્કાલિક હલ નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન સાથે કોર્પોરેશનનો બહિષ્કાર કરવાની તૈયારીમાં છે.

મુખ્ય કારણ તરીકે પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈનમાં લીકેજ થવાથી પાણી મિક્સ થઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ છે. આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ રહેવાસીઓમાં છે. સ્થાનિકોએ તાત્કાલિક ફોલ્ટ શોધી લાઈનની મરામત કરવા પાલિકા અધિકારીઓને આવશ્યક પગલાં લેવાની માંગ કરી છે.

Related posts

બિન હથીયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે 50 જેટલી ઓટો રીક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી

admin

પાલિકાની સામાન્ય સભા સ્વર્ગસ્થ રતન ટાટાના માન માં શોખ દર્શક ઠરાવ બાદ મોકૂફ

admin

વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ નું વેચાણ જોવા મળ્યું

admin

Leave a Comment