31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ મેડિકલ એસોસીએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તા દુષ્કર્મ અને હત્યા મામલે મામલતદારને આવેદનપત્ર

ડભોઇ મેડિકલ એસોસીએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારા ઓ અને હુમલાખોરો ની ધરપકડ કરવા અને તબીબીઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા આવે જેને લઇને ડભોઇ સેવા સદન ખાતે મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવમી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના માં ટ્રેઈની મહિલા ડોક્ટર પર હરામખોરોએ દુષ્કર્મ કર્યા બાદ તેની કુર રીતે હત્યા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં ટોળાએ આંતક મચાવતા તોડફોડ કરી હતી જેને લઇ ઇન્ડિયન મેડિકલ એસોસિયન ને સમગ્ર દેશમાં તમામ 17 મી ઓગસ્ટ ના રોજ સવારે 6:00 વાગ્યાથી 24 કલાક માટે નોન ઇમર્જન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક આવેદનપત્ર પાઠવવા તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઇ મેડિકલ એસોસિએન્ અને યુનિયન ના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલ. ઉપપ્રમુખ ડોક્ટર સેજલ ચાવડા વરિષ્ઠ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ. ડોક્ટર રોમીલ શાહ. ડોક્ટર પ્રદીપ રાવલાણી. ડોક્ટર વિજય શેઠ. ડોક્ટર આદમ ખત્રી. ડોક્ટર સોયબ બાબુજી. ડોક્ટર પરવેઝ ખત્રી વિગેરે સમગ્ર ડભોઇ શહેર તાલુકાના તમામ ડોક્ટરોએ આજે ઓપીડી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખી ડભોઇ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રી ને કલકત્તાના મહિલા તબીબી સાથે દુષ્કર્મ અને તેની હત્યા ના ગંભીર બનાવ વંગે હત્યારાઓની ધરપકડ કરવા તેમજ તબીબીઓની સુરક્ષા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેશભરમાં દેશ વ્યાપી ડોક્ટરની હડતાલના કારણે 24 કલાક માટે દવાખાનાઓ બંધ રહ્યા હતા. ડભોઇ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટરો ખાસ કરીને સ્ત્રીઓ તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસા નો ભોગ બને છે હોસ્પિટલ અને પરિસરમાં ડોક્ટરની સુરક્ષા શું નિશ્ચિત કરવાનું સરકાર અને અધિકારીઓનું કામ છે દુષ્કર્મ અને હત્યા તથા હોસ્પિટલમાં ટોળાઓ દ્વારા તોડફોડ કરનારાઓને તાત્કાલિક ના ધોરણે ધરપકડ કરી આવા કૃતિઓ સામે તમામ ડોક્ટરે નિંદા કરવામાં આવી હતી. અને ફરીવાર આવા કોઈક બનાવ બને નહીં તેની સરકાર દ્વારા મહિલા તબીબી ને ન્યાય આપવામાં અને સખત પગલા લેવા જોઇએ નું જણાવ્યું હતું.

Related posts

તાલુકા પંચાયતના પ્રમુખના પતિની મારામારી વિડીયો વાયરલ

admin

ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના ચાર દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરાયું

admin

સાવલીમાં 25મા રોજાના દિવસે સામુહિક ઈફતાર પાર્ટીનું આયોજન, અમન-શાંતિ માટે દુઆ

admin

Leave a Comment