Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી, જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૧૯મો હપ્તો છોટાઉદેપુર દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષતામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ૬ ખેડૂતોને સન્માનિત કરાયા હતા. પી.એમ.કિશાન સન્માન નિધિ યોજનાના ૨૦માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે PM KISAN યોજના અન્વયે ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોને રુ.૧,૧૧૮ કરોડથી વધુની સહાય જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ૧.૦૪ લાખથી વધુ ખેડૂતો લાભાર્થીઓને ૨૦.૯૭ કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો DBT ના માધ્યમથી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરબાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એચ. પંચાલ સહિત ખેતીવાડી શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ના કામે આરોપીઓને અલગ અલગ રાજ્ય માંથી ઝડપી પાડતી છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસ

admin

આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સુવા માટે તૂટેલા પલગ અને ફાટેલા ગાદલા

admin

મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીના ૧૩ કિ.મી. ક્ષતિગ્રસ્ત માર્ગનું યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામા આવી

admin

Leave a Comment