કચ્છના માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો 40.78 લાખનો દારૂ કોડાય પોલીસે ઝડપી લીધા બાદ વધુ એક ખેપ એલસીબીને હાથ લાગી છે ખાનાયના સાગરિત સાથે મળી પંજાબથી મંગાવેલો 82 લાખનો દારૂ અને બીયર મુન્દ્રા પ્રાગપર ચોકડી પાસે આવેલી રંગલા પંજાબ હોટલના પાર્કિંગમાંથી ઝડપાયો છે જોકે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો નથી છેલ્લા 4 મહિનામાં જ 6 દારૂની ખેપમાં યુવરાજસિંહનો 5.19 કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે માંડવીના ત્રગડીનો બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખાનાયના જીતુભા મંગલસિંહ સોઢાએ પોતાના માણસો સાથે મળી પંજાબના તેમના સાગરીતો પાસેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમી પોલીસને મળતા એલસીબીની ટીમે પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ પાસે ટ્રકમાં રેડ કરી હતી જેમાં 70,22,400 ની કિંમતની 7584 બોટલ દારૂ અને રૂપિયા 11,84,400 ની કિંમતના 5640 બીયરના ટીન મળી આવ્યા હત
મહત્વનું છે કે છેલ્લા 4 મહિનામાં માંડવીના બુટલેગર યુવરાજ સિંહ જાડેજાનો 6 ખેપમાં 5.19 કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે 24 મેના એસએમસીએ ત્રગડીમાંથી 83.78 લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો જ્યારે 9 જુલાઈના એલસીબીએ તલવાણામાંથી 1.54 કરોડનો શરાબ ઝડપયો 5 ઓગષ્ટના ફરી એલસીબીએ ત્રગડીમાંથી 41.45 લાખનો દારૂ ઝડપી પાડ્યો જે બાદ બનાસકાંઠા એલસીબીએ 6 સપ્ટેમ્બરના 1.17 કરોડનો શરાબ ઝડપી પાડ્યો હતો 10 સપ્ટેમ્બરના કોડાય પોલીસે 40.78 લાખનો દારૂ પકડાયા બાદ એલસીબીને વધુ 82 લાખનો જથ્થો હાથ લાગ્યો છે પોલીસ ધારે તો પાતાળમાંથી આરોપીને શોધી લાવે તે વાત અહીં ખોટી સાબિત થાય છે કેમ કે યુવરાજ સિંહનો 5 કરોડનો શરાબ ઝડપાયો હોવા છતાં તે ક્યારે ઝાડપાતો નથી અથવા તો પોલીસ તેને ઝડપી નથી રહી તેવી ચર્ચાઓ કચ્છમાં તેજ થઈ છે પોલીસ જ્યારે પણ રેડ કરે છે ત્યારે તેના માણસો અથવા તો દારૂ ભરેલી ટ્રકો જ ઝડપાય છે
previous post

