32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

ભરૂચની પુછ સે ભરૂચ ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાઓ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ-સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ

નંદેલાઓ ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાનું સાફ-સફાઈ અને શુદ્ધિકરણ બોલ સે ભરૂચ પુછ સે ભરૂચ ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો

બોલ સે ભરૂચ – પુછ સે ભરૂચ ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાઓ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ-સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો. મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી. ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફસફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી, તેનું પૂજન કરીને શૌર્યના પ્રતિકને આદર આપ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાને બાઈક રાઈડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ટીમેને જિલ્લા કલેક્ટર, SP અને SDM મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યાં ચર્ચા વિચારણા કરી હતી. જોકે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતાં કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.ભરૂચ-દહેજ હાઇવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે જોડાયેલા છે. માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય જેથી લોકો અને કર્મચારીઓને સુવિધા મળે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રયાસો તેજ કર્યા છે.

બોલ સે ભરૂચ – પુછ સે ભરૂચ ટીમે સમાજમાં જાગૃતિ લાવવા માટે આવાં કાર્યક્રમો આગળ પણ યોજવાની તૈયારી દર્શાવી છે અને સૌને સામાજિક જવાબદારી માટે આગળ આવવાની અપીલ કરી છે.

Related posts

કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા

admin

યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

admin

નેત્રંગમાં ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની આગેવાનીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment