વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાલમાં ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, બુથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે જઈને ફોર્મની વહેંચણી કરશે અને મતદાર યાદી અપડેટ કરવા માટે જરૂરી વિગતો એકત્રિત કરવા આવી રહ્યા છે.
BLO દ્વારા ઘરે-ઘરે મુલાકાત અને ફોર્મ ભરવાની પ્રક્રિયા. ફોર્મની ચકાસણી અને ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન. વાંધા અરજીઓની સમયરેખા અને ચકાસણી પ્રક્રિયા અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવશે. આગામી તારીખ ૨૦થી૨૪ નવેમ્બર દરમિયાન સોસાયટી અને બુથપર મેપિંગ અને મેચિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ સંદર્ભે આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયા વધુ માહિતી આપી હતી

