વડોદરા સીટી વિસ્તાર એટલે ચાર દરવાજામાં આવેલ વડોદરા,જોકે આ ચાર દરવાજાના મુખ્ય માર્ગ પરની દુકાનો દ્વારા રોડને નડતરરૂપ દબાણો કરવમાં આવે છે અને પાલિકા અને પોલીસ વખતો વખત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરે છે પણ બે ચાર દિવસમાં ફરી આ દબાણો જેસે થૈ થઇ જાય છે તેનો કોઈ કાયમી ઉકેલ પાલિકા લાવી શક્યું નથી,એટલે આ દબાણો દૂર કરવાની કામગીરી માત્ર દેખાડો બની રહી છે.આજે પણ પોલીસ વિભાગની મદદ લઈ પાલિકાની દબાણ ટીમે માંડવી થી દૂધવાળા મોહલ્લા સુધીના દબાણો દૂર કર્યા હતા પણ આ દબાણો પાછા લાગી જેશે એ મુદ્દે પાલિકા પાસે કોઈ નક્કર જવાબ ન હતો?

