30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રેલવે દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી

વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ડિજિટલ ઇન્ડિયા નું સ્વપ્ન વધુ મજબુત બનાવવા માટે ક્યૂ આર કોડ થકી પેમેન્ટ કરી શકાય તેવી અત્યાધુનિક સુવિધા મુસાફરોને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ડિવિઝન અંતર્ગત આવતા 72 સ્ટેશનો પર આ કામ પ્રગતિ હેઠળ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આમ થવાથી માત્ર સ્કેન કરીને ટિકિટ ભાડાની ચુકવણી કરી શકાશે. દેશના વડાપ્રધાન ના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડના નિર્દેશ પર, પશ્ચિમ રેલવે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ દિશામાં આગળ વધતા વડોદરા ડિવિઝનમાં ઓનલાઈન પેમેન્ટ વિકલ્પોની સુવિધા આપવા માટે તમામ કાઉન્ટરો પર QR કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ અંતર્ગત વડોદરા ડિવિઝનના 72 સ્ટેશનોના તમામ અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર QR કોડ દ્વારા રેલ ટિકિટ માટે ચુકવણી સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો બીજી તરફ હાલમાં PRS કાઉન્ટર્સ પર આ QR કોડ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કાર્ય પ્રગતિ હેઠળ છે.
રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી વડોદરા ડિવિઝનમાં તેનો વિસ્તાર કરવામાં આવ્યો

Related posts

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ ભૂમિ ખાતે રેલીનું આયોજન

admin

માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે જાગનાથ મહાદેવના દર્શને

admin

વડોદરાના જાંબુઆ પાસે ટેમ્પો પલટતા વાહનો અટવાયા…

admin

Leave a Comment