વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ નીલકમલ સોસાયટીના રહેશો પ્રાઇવેટ ડોગ હોસ્ટેલના ત્રાસથી આવેદનપત્ર આપવા કમિશનર કચેરી ખાતે પહોંચ્યા
વડોદરા શહેરના નિઝામપુરા પાસે આવેલ નીલકમલ સોસાયટી માં રહેતા એક નાગરિક દ્વારા તેમના ઘરે પ્રાઇવેટ ડોગ ઘર બનાવી દેવામાં આવતા આજુબાજુના નાગરિકો હેરાન પરેશાન થતા આજરોજ વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ની સાથે કલેકટર કમિટી કમિશનર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા હતા કે અમારી સોસાયટીમાં એક નાગરિક દ્વારા કોઈપણ પ્રકારની પરમિશન વગર ઘરે ડોગ રાખી રહ્યા છે તેના કારણે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે તેમજ રાત દિવસ કૂતરા ઓના ભસવા ના અવાજથી અમે લોકો હેરાન પરેશાન છે રહીશો દ્વારા આક્ષેપ કરવામાં હતો કે દિવસ હોય કે રાત અમે શાંતિથી સૂઈ પણ નથી શકતા રાત ના રાતના સમયે અમે ખૂબ જ હેરાન પરેશાન થઈ જવાય છે અને ત્યાં થી એટલી બધી દુર્ગંધ આવે છે કે બાજુમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે રહીશોની માગણી છે કે વહેલી તકે આ પ્રાઇવેટ ડોગ હોસ્ટેલ બંધ કરવામાં આવે જેથી અમે શાંતિથી શ્વાસ લઈ શકીએ..

