Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારના મદાર મોહલ્લામાં રહેતા રહીશો કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા પહોંચ્યા

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આશરે 35 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા 20 તારીખ સુધી મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

રહીશોએ કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે અચાનક મકાન તોડવાની નોટિસ આપવામાં આવતા તેઓ ક્યાં જાય તેવી ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આવનારા દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, ઘણા લોકો બીમાર છે તેમજ કેટલાક પરિવારોમાં પ્રસૂતિ થવાની હોવાથી આવી પરિસ્થિતિમાં મકાન તોડવાની કાર્યવાહી કરવામાં આવે તો અનેક પરિવારો ઘરવિહોણા બની જશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકો પણ બેનરો લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. બાળકો દ્વારા “અમને ઘર આપો, અમારું ઘર તોડતા નહીં” જેવા સૂત્રો સાથે રજૂઆત કરવામાં આવી હતી. રહીશોએ પ્રશાસનને વિનંતી કરી હતી કે તેમને થોડો સમય આપવામાં આવે જેથી યોગ્ય વિકલ્પી વ્યવસ્થા કરી શકાય.

Related posts

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક ચેતવણી પત્ર બહાર પાડ્યો

admin

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે

admin

સરકારી આયુર્વેદિક દવાખાનામાં નિદાન થકી ભૂમિબેન સોનીની મેદસ્વિતા સહિતની તમામ આરોગ્ય સમસ્યાઓનું આવ્યું સમાધાન

admin

Leave a Comment