Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

31 ડિસેમ્બર પૂર્વે વડોદરામાં નશામાં ધૂત રિક્ષા ચાલકની દાદાગીરી, પોલીસ બંદોબસ્ત વચ્ચે ચોંકાવનારી ઘટના

નવા વર્ષની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેવા સમયે અમિતનગર સર્કલ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક રિક્ષા ચાલકે જાહેર રસ્તા પર એક કારચાલક સાથે ગાળો-ગપાટ કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કરી ખુલ્લેઆમ દાદાગીરી કર્યાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રિક્ષા ચાલક નશાની હાલતમાં રસ્તા પર જાણે પોતાનો જ અધિકાર હોય તે રીતે વર્તતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું તેમજ અન્ય વાહનચાલકો સાથે ઉગ્ર વાદવિવાદ કરી શહેરની શાંતિ અને સુરક્ષાને પડકાર ફેંક્યો હતો.

31 ડિસેમ્બર નજીક હોવા છતાં અને પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આવી ઘટના બનવી ચિંતા જનક માનવામાં આવી રહી છે. નશામાં વાહન ચલાવવું માત્ર કાયદેસર ગુનો નથી પરંતુ તે અનેક નિર્દોષ નાગરિકોના જીવને જોખમમાં મુકવાનું ગંભીર કૃત્ય છે.

નાગરિકોમાં તંત્ર સામે માંગ ઉઠી રહી છે કે આવા અસામાજિક અને બેદરકાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો વિશ્વાસ મજબૂત બને અને લોકો નિર્ભયતાથી નવા વર્ષની ઉજવણી કરી શકે.

Related posts

બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આરઆર કાબેલની અત્યાધુનિક વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી

admin

જર્મનીથી ઓપરેટ થતી ફૌજી ગેંગના ભાગેડુ આરોપીને ઇનઓર્બિટ મોલમાંથી દબોચી લેવામાં આવ્યો

admin

નાણાંની ઉઘરાણી મુદ્દે યુવકને હાથ અને મોઢા પર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ

admin

Leave a Comment