વડોદરા શહેરમાં ફરી એક વખત તસ્કર તોડકી સક્રિય થઈ છે.શામા બેચરની પોળમાં બંધ મકાનને નિશાન બનાવનાર તસ્કરો રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
વડોદરા શહેરમાં ફરી તસ્કર ટોળકી નો તરખાટ જોવા મળ્યો છે.જોકે આ વખતે તસ્કરો તેમના ચોરીના ગુનાને અંજામ આપી શક્યા ન હતા. શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ચાર દરવાજા વિસ્તારમાં આવેલી શામા બેચરની પોળમાં એક પરિવાર કોઈ પ્રસંગે જતા ચોરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા.જોકે સ્થાનિકોને આ બાબતની જાણ થઈ જતા સ્થાનિકોએ ચોરી કરવા આવેલા ચોરોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને આ બનાવની જાણ સીટી પોલીસ મથકને કરવામાં આવતા સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે ચોરોને ઝડપીને લોકોએ પોલીસને હવાલે કર્યા હતા.ત્યારે આ મામલે સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

