Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન

વડોદરા શહેરની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નિરાધાર પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે “પ્રજ્ઞાચક્ષુ મહિલા ગૃહ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે શિવધારા ફ્લેટ, આકાશવાણીની બાજુમાં યોજાયું.

આ ગૃહની સ્થાપના દાતાઓની સહાયથી કરવામાં આવી, જેથી પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને રહેવા અને જમવા માટે સુવિધા મળી રહે. સાથે જ, દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો માટે સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરેક મહેમાનને ગિફ્ટ આપવામાં આવી, અને વિશેષ જમણવારનું પણ આયોજન કરાયું. આ કાર્યમાં દાતાઓએ મહત્વનો ફાળો આપ્યો હતો, અને દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Related posts

ડભોઈને દર્ભાવતી બનાવી દઈશ ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા

admin

વડોદરામાં કલેક્ટર કચેરીએ આંગણવાડી કાર્યકરોનો કલેક્ટર કચેરીએ ઘેરાવો

admin

વાઘોડિયા ભૂરી તલાવડી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા લઈ જવા મજબૂર બનેલા સ્થાનિકો

admin

Leave a Comment