33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીએ છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો. જિલ્લાના પ્રભારી મંત્રીએ વોર્ડ નંબર સાતમા લોકો પાસે જઈને ભાજપને મત આપવા અપીલ કરી હતી. અને નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બને તે માટે નગરજનોને વિનંતી કરી હતી. સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપોનો જવાબ આપતા તેઓએ કહ્યું કે નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બને તેવું કહેતા હોય એ એમની ગેરસમજ ગણાય એટલા માટે કે દિલ્હીમાં પરિણામો આવ્યા છે, તે સ્પષ્ટ દેખાય છે, હવે લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો નથી. એમ રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કવાંટ સરકારી દવાખાનામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ

admin

શ્રી પ્રગટ પુરષોતમ મંદિર છોટાઉદેપુર ખાતે શ્રાવણ માસ નિમિતે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું

admin

નવા વર્ષના પ્રથમ જ દિવસે નસવાડીમાં “સૂર્ય કિરણને નમસ્કાર”થી આરોગ્યમય શરૂઆત

admin

Leave a Comment