દર્ભાવતીના વિજયજી મહારાજ સાથે સાથે ઉજૈનથી ભગીરથ મહારાજ દ્વારા ભૈરવ દંડ અને કાળભૈરવ જ્યોત પણ ખાસ કાવડયાત્રામા લાવવામાં આવી
મોટી સંખ્યામાં કાવડયાત્રિઓ આ કાવડયાત્રામા નવનાથ મંદિરે જળાભિષેક કર્યો
આજે પવિત્ર શ્રાવણ માસનો પાંચમો અને છેલ્લો સોમવાર છે. વહેલી સવારથી જ શહેરના શિવાલયોમાં બમ બમ ભોલે ના નાદ સાથે ભક્તોએ ભોળેનાથના દર્શન પૂજન કર્યા છે ત્યારે નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા એડવોકેટ નિરજ જૈનની આગેવાનીમાં અને દર્ભાવતીના વિજયજી મહારાજના નેજા હેઠળ અગિયારમી કાવડયાત્રા યોજવામાં આવી હતી. વડોદરા શહેરનું રક્ષણ કરતાં નવનાથ મહાદેવને આજે કાવડમાં જળથી કાવડયાત્રિઓ દ્વારા જળાભિષેક કરવામાં આવ્યું હતું. આ કાવડયાત્રામા ઉજૈનથી ભગીરથજી મહારાજ દ્વારા ભૈરવ દંડ તથા ભૈરવ જ્યોત ખાસ કરીને લાવવામાં આવ્યા હતા. ઉપરાંત સુરતથી મહારાજ પધાર્યા હતા. આ કાવડયાત્રામા મોટી સંખ્યામાં કાવડયાત્રિઓ જોડાયા હતા. આ પ્રસંગે નવનાથ કાવડયાત્રા સમિતિના પ્રમુખ એડવોકેટ નિરજ જૈને જણાવ્યું હતું કે, શહેરમાં નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા વર્ષ-2014 થી કાવડયાત્રા યોજવામાં આવે છે અને આ વર્ષે 11મી કાવડયાત્રા યોજાઇ છે. વડોદરા શહેરના રક્ષક એવા નવનાથ મહાદેવ ની કાવડયાત્રા શંખનાદ સાથે સિધ્ધનાથ મહાદેવ થી પ્રસ્થાન થઇ હતી જ્યાંથી રામનાથ મહાદેવ, ઠેકરનાથ મહાદેવ, મોટનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કામનાથ મહાદેવ મંદિર થી કાશીવિશ્વેશ્વર નાથ, કોટનાથ મહાદેવ મંદિર થઇ કાવડયાત્રા જાગનાથ મહાદેવ મંદિર પહોંચશે જ્યાં સાંજે 7 થી 7:30 વચ્ચે મહા આરતી યોજાશે શિવભક્તો તાંડવનૃત્ય કરી ભક્તિની રંગત જમાવશે

