નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવારે 12 મી કાવડ યાત્રા સિધ્ધનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ હતી.
શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કાવડ યાત્રા સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તો મોટી સંખ્યામાં, પૂર્વ સૈનિકો જોડાયા હતા. આ કાવડ યાત્રામાં ઠેર ઠેર સ્વાગત અને ભંડારા નું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે ડભોઇ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારા શાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નીરજ જૈન, વિસ્તારના મ્યુનિસિપલ સહિત તમામ મહાનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

