આદીવાસી સમાજના લોકો રામઢોલ શરણાઈ સાથે કાર્યકમમાં પહોંચીને ભારે નાચગાન કર્યું, જયારે ચેતર વસાવા આદીવાસી સમેલનમાં સ્ટેજ ઉપરથી સમાજને ભીલપ્રદેશ રાજ્ય મડે અને આદીવાસીઓની જમીનો છીનવી લેવામાં આવે છે, તેને બચાવવાં માટે સમાજને આગળ આવવું પડશે, અને સમાજને એક થવું પડશે,
આ સંમેલનમાં હાજર રહેલા ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યના આદીવાસી સમાજના સર્ટીફીકેટ ઉપર ચુંટાયેલા રાજ્યના ધારાસભ્યો અને સાંસદ સભ્ય આદિવાસી સમાજના સંમેલનમાં હાજર રહેતા નથી પાર્ટીની બીક લાગે છે,
ચૈતર વસાવાએ જણાવ્યું કે પાર્ટી જે દિવસે આદીવાસી સમાજ સાથેના રહેવાનું કેહશો તે દિવસે પાર્ટીના પાટીયા પાડી દઈશ આદિવાસી સમાજ સાથે ધારાસભ્ય પદ નહિ હોય તો પણ સાથે રહીશ,
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમી ઉપર 32મું રાજય કક્ષાનું આદિવાસી સંમેલન રાખવામાં આવ્યું જેમાં આદીવાસી સમાજના ગૂજરાતના પ્રમુખ તરીકે શર્મિલાબેન કટારાની વરણી કરાઈ,
હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા, અને નાચગાન પણ કર્યું હતું, આદિવાસી સમાજના વાજીંત્રા વગાડીને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમાજના યુવાનોએ પ્રયાસ કર્યો હતો,
મોહસીન સુરતી છોટાઉદેપુર

