Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

આકાશમાં ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં હર્ષોલ્લાસ ડભોઈ સહિત સમગ્ર વિશ્વમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ

ડભોઇ પવિત્ર રમઝાન માસનો પ્રારંભ, આકાશમાં ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં હર્ષોલ્લાસ ડભોઈ સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે

ડભોઇ શહેર અને તાલુકા પંથકમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આકાશમાં રમઝાન માસનો ચાંદ દેખાતા જ મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને એકબીજાને રમઝાન મુબારકની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મસ્જિદો તરાવીહ ની નમાજથી ગુંજી ઉઠી ચાંદ દેખાયા બાદ પવિત્ર માસની પ્રથમ નમાજ તરાવીહ’ પઢવા માટે ડભોઇની તમામ મસ્જિદોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મસ્જિદો રોશનીથી ઝળહળી ઉઠી હતી અને વિશેષ બંદગીનો માહોલ સર્જાયો હતો.
મોડી રાત સુધી મસ્જિદોમાં કુરાન શરીફની તિલાવત અને દુઆઓ કરવામાં આવી હતી.ઉઠો જાગો મુસાફિર’ના અવાજ સાથે સેહરીનો પ્રારંભ

​વહેલી સવારે સેહરી’ના સમયે શહેરના માર્ગો પર ઉઠો જાગો રોજદારો, રોઝા રખને કા વક્ત હો ગયા” જેવી બૂમો અને અવાજો સાંભળવા મળ્યા હતા. આ પરંપરાગત અવાજો સાથે મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને સેહરી કરી પવિત્ર રમઝાન માસનો પ્રથમ રોઝો રાખ્યો હતો ભક્તિ અને સેવાના સંગમ સમાન પવિત્ર માસ રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી સાંજ સુધી ભૂખ્યા-તરસ્યા રહીને અલ્લાહની ઈબાદત કરે છે. આ મહિનાની વિશેષતાઓ નીચે મુજબ છે:
​ઈબાદત: આખો મહિનો પંજગાના નમાજ, તરાવીહ અને કુરાન શરીફનું પઠન કરવામાં આવે છે દાન-પુણ્ય (ઝકાત-ખૈરાત): આ માસમાં યથાશક્તિ પ્રમાણે ગરીબો, વિધવાઓ અને જરૂરિયાતમંદ લોકોને રોકડ રકમ તેમજ રાશનની કિટનું વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવે છે સંયમ આ મહિનો માત્ર ભૂખ્યા રહેવાનો જ નહીં, પરંતુ ખરાબ વિચારો અને કાર્યોથી દૂર રહીને આત્મશુદ્ધિ કરવાનો પણ છે સમગ્ર ડભોઇ પંથકમાં રમઝાન માસ નિમિત્તે બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે અને મુસ્લિમ બિરાદરો પૂરી શ્રદ્ધા સાથે આ પવિત્ર મહિનાની ઉજવણી કરી રહ્યા છે.

Related posts

એમ તો કહેવાય ગુજરાત દારૂબંધીનો ગુજરાત..

admin

વાઘોડિયા તાલુકાના પાદરીપુરા ગામે આવેલ હઝરત કાલુ સહીદ બાવા ઉસૅની શાનદાર ઉજવણી કરવામાં આવી.

admin

જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારત રત્ન’ આપવાની માંગ સાથે માળી સમાજનું આવેદન

admin

Leave a Comment