43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉના શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) એ ભગવાનને ફુલહાર પહેરાવી ધન્યતા અનુભવી.

ઉના શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા આનંદગઢ ગુરુકુલ દ્વારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૨૪મી જન્મ જયંતિ અષાઢી બીજ નિમિતે ઉનાને આંગણેથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આજરોજ બપોરે ૩:૩૦ કલાકે ગુરુકુલથી પ્રસ્થાન થઈ હતી. અને આ રથયાત્રા આનંદગઢ ગુરુકુલથી, બસ સ્ટેશન, ઉના નગરપાલિકા ભવન પાસેથી પસાર થતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને ફુલહાર પહેરાવી અને વધાવી હતી. આ ધાર્મિક પ્રસંગે ચીફ ઓફીસરશ્રી જે.જે.ચૌહાણ સાહેબ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી,પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, નગરપાલિકાના સદસ્યશ્રી ચંદ્રેશભાઈ જોશી, રવિભાઈ રાઠોડ, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા, બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ ડાભી, કિસાન મોરચાના પ્રમુખશ્રી તુષારભાઈ દોમડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

ગીર ગઢડા ખાતે ભાજપનું નવું જનસંપર્ક કાર્યાલય નું – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ કર્યું ઉદઘાટન

admin

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના રસ્તામાં ખાડા ખવડા અને વરસાદી પાણીથી ત્રાહિમામ

admin

ઑપરેશન સિંદુર માં હિસ્સો લઈ ફરજ બજાવનાર પાલડી ગામના આર્મીના જવાનોનેએ તિરંગા રેલી રાખી

admin

Leave a Comment