43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ખેડા જિલ્લોગળતેશ્વર

કેનાલ ખાતાં તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપવામાં આવેલ ઝાડની ડાળીઓને કારણે રોડ ઢંકાયો

ગળતેશ્વર તાલુકાના કુણી ગામે થીં પસાર થતાં વંનોડા ઞામને જોડતાં રોડની સાઈડમાં મસ મોટા ઝાડી ઝાંખરા વધી જવાથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામમાં થીં પસાર થતાં વંનોડા ઞામને જોડતાં રોડની સાઈડમાં કેનાલ ખાતાં તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપવામાં આવેલ ઝાડની ડાળીઓ ને કારણે રોડ ઢંકાઈ ગયો છે આને કારણે વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય રહે છે. આ કુણી માર્ગ ઉપરથી પસાર થાય છે અને કુણીથી મેનપુરા તરફ વનોડા ઞામ તરફથી આવતા વાહનો ચાર રસ્તા પાસે અકસ્માત થવાનો ભય રહે છે ત્યારે સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી કુણી ગામમાં આવેલા કેનાલમાં કપડાં ધોવા જતા પગથીયા ની આજુબાજુ માં મસમોટા ઝાડી ઝાંખરા વધી જવાથી ઞામ લોકો ને મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે કેનાલ વિભાગના અધિકારીઓ દ્વારા આ ઝાડ કાપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. આ માર્ગેથી સેવાલિયા અને થર્મલ નોકરીયાતો જતા હોય છે ત્યારે કુણી ઞામના સ્થાનિક હુસેનભાઇ શેખ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કુણી ઞામે આવેલા કપડાં ધોવા માટે બહેનોને ઉતરવા માટે પગથિયા પાસે મસ મોટા ઝાડી ઝાંખરા વધી જવાથી બહેનોને ભય રહે છે માટે ફોરેસ્ટ વિભાગ અને કેનાલ ખાતાં નાં અધિકારીઓ અને તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Related posts

રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-2025ની ઉજવણીના ભાગરૂપે દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ, નડિયાદ ખાતે રોડ સેફ્ટી અંગેના સેમિનારનુ આયોજન કરવામા આવ્યું

admin

સાંઢેલી ગામે રામનવમીએ કોમી એકતાના દર્શન, મુસ્લિમ બિરાદરોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

admin

સેવાલિયા મામલતદાર કચેરીમાં વહીવટ કથળ્યો, જન્મ-મરણના દાખલા માટે પ્રજાને ભારે હાલાકી

admin

Leave a Comment