સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહી છે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મેહતા દ્વારા સ્વદેશી મેળામાં મુલાકાત સાથે ખરીદી કરી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા સ્થાનિક નાગરિકોને ખાસ અપીલ મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા ડભોઇ નગરપાલિકા દ્વારા એ. પી. એમ. સી. ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાતે દરમિયાન મહેરામણો ઉંઘી પડી હતી
આ પ્રસંગે દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાના નાગરિકોના વિકાસ અર્થે તેમજ મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ તથા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના સૂત્રને ચરિતાર્થ કરવા અને લોકો વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી અને સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે ડભોઈ નગર તથા તાલુકાના સ્થાનિક મહિલા સખીમંડળો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહી છે, જે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં સહાયરૂપ બની છે વધુમાં જણાવ્યું કે, 10 દિવસે સુધી ચાલનાર આ સ્વદેશી મેળામાં વડોદરા જિલ્લાના નાગરિકો માત્ર મુલાકાત જ નહીં લે, પરંતુ સ્વદેશી ઉત્પાદનોની ચીજ વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક કારીગરોની આજીવિકા અર્થે અને કારીગરોને પ્રોત્સાહન આપે તે માટે તેમણે ખાસ અપીલ કરી હતી.આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૧ વર્ષ દરમિયાન ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મજબૂત બનાવવામાં આવ્યો છે. જેના થકી સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને પ્રાકૃતિક સામગ્રીમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટને ખરીદવામાં સ્થાનિક નાગરિકોને અપીલ કરી હતી. આ મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા ૫૦ થઈ વધુ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં, જેની ઉપસ્થિત મહાનુભાવોએ તથા નગરજનોએ મુલાકાત લીધી હતી. સરકારશ્રીના સહયોગથી લોકલ ફોર વોકલને પ્રોત્સાહિત કરવા ડભોઇ નગરપાલિકા દ્વારા આયોજન કરાયેલ આ સ્વદેશી મેળો તા. ૧૫ માર્ચ સુધી યોજાશે, જેમાં સ્થાનિક લોકો પોતાની બનાવટની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ , એ. પી. એમ. સી. ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ, મુખ્ય અધિકારીશ્રી જયકિશન તડવી, નગરપાલિકા સભ્યો, મેનેજર મહેશભાઈ, અર્ચનાબેન તથા પ્રવીણભાઈ તમજ નગરપાલિકા કર્મચારીઓ તથા નગરજનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

