43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાવપુરા પોલીસ મથક સામે આવેલા પોળના કોમ્પ્લેક્સમાં ચોરી — ક્રાઈમ બ્રાન્ચે છ મહિના બાદ તસ્કરને ઝડપી પાડ્યો

વડોદરા: રાવપુરા પોલીસ મથક સામે આવેલી મામાની પોળના એક કોમ્પ્લેક્સમાં આવેલા મકાનમાં તસ્કરે તાળું તોડી સોના–ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ બનાવને અંજામ આપનાર તસ્કર છ મહિના સુધી પોલીસથી બચી રહ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે પટોડીયા પોળ વિસ્તારમાંથી આરોપી અમિત ઉર્ફે શ્યામ શાપરિયા (રહે. શંકરપુરા ગામ, ગોકુલેશ સોસાયટી) ને દબોચ્યો હતો. તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

આરોપીએ મકાનનું તાળું તોડી ઘરેથી સોના–ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

admin

જન્માષ્ટમી મહોત્સવને લઈને મુંબઈથી મટકી ફોડ શ્રી સાઇ થાણે ગુપ વડોદરા શહેરમાં પધાર્યા

admin

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સનફાર્મા રોડ પર આવેલી ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી-દેતીના મુદ્દે મારામારી

admin

Leave a Comment