36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ બ્રિજ થી કાલાઘોડા જવાનાં મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસ મોટા ખાડા

વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ બ્રિજ થી કાલાઘોડા જવાનાં મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસ મોટા ખાડા પડી ગયા છે ટુંક સમય પહેલાં જ સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી છતાં હાલમાં ખાડા યથાવત જોવા મળે છે ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી, જંત્રી આવતા હોય છે ત્યારે લખોટી ગગડે તે રીતે કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તા પર મેકઅપ પાવડર લગાવીને દેખાડો કરવામાં આવે છે ત્યારે રાહદારીઓ ટેક્ષ્ટ વેરા એડવાન્સ ભરી રહ્યા છે છતાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવી રહીં બીજી બાજુ ટ્રાફિક જન જાગૃતિ હેઠળ હેલ્મેટ અને સીટ બેલ્ટ નાં નામે ઈ ચલણ આપવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર શ્રી દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ નોટીસ સાથે દંડ ફટકારવામાં આવશે.???
વડોદરા શહેરના રાહદારીઓ ની સુરક્ષા વ્યવસ્થા તેમજ આવનારા દિવસોમાં ગણેશ મહોત્સવ દરમિયાન અનેક ગણેશજીની સવારી જોવા મળશે જો કોઈપણ મુર્તી ખંડીત થશે તો જવાબદાર કોણ.???
આ રોડ ની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબનાં ફોટા મુકીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો અને અધિકારીઓની રહેશે.

Related posts

સાવલીના કે.જે.કેમ્પસમાં વર્લ્ડસ્કિલયુથ ડે ની ઉજવણી કરાઈ

admin

વડોદરા શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર પાસે આવેલી કાળી તલાવડી માં બાળક ડૂબી ગયો હતો જેનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વાર બહાર કાઢવામાં આવ્યો હતો..

admin

વડોદરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી

admin

Leave a Comment