43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

હાશાપુડા ગામે પાણીની ટાંકીમાંથી હજારો ગેલન પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે

ડભોઈ તાલુકાના હાશાપુડા ગામે પાણી ટાકી માથી હજારો ગેલેન પીવાનું પાણી રોડ પર વહી રહ્યું છે

ડભોઇ તાલુકાના હાશાપુડા ગામે ગામમાં પીવાના પાણીની સપ્લાય ના ટાંકી ના પાણી સંગ્રહ સંમ માંથી પાણી લીકેજ થતાં હજારો ગેલેન પીવાનું પાણી રોડ ઉપર વેસ્ટેજ થઈ રહ્યું છે પરંતુ સરપંચ સહિત તલાટી આ બાબતે બે ધ્યાન હોવાનું
જાણવા મળે છે…

જાણવા માહિતી મુજબ ડભોઇ તાલુકાના હાસાપુડા ગામે આવેલી પીવાના પાણીની ટાંકી જે ગામમાં પાણી પીવા માટે સપ્લાય કરતી ટાંકી ઉપર પાણી ચઢાવવા માટે બાજુમાં બનાવેલો પાણી સંગ્રહનો સંપ તે જર્જરીત થયો હોય તેમાંથી મોંઘુદાટ મહામૂલ્ય પીવાનું પાણી સમાધિ લીકેજ થવાને કારણે વેસ્ટેજ રોડ ઉપર વહી રહ્યું છે પરંતુ સરપંચ અથવા તલાટી શ્રી ને શું આ પ્રકારની જાણ નથી કે પછી બે ધ્યાન થઈ ગયા હોય સરકાર દ્વારા પાણી બચાવો પાણી નો બગાડ કરશો નહીં ના સુત્રને બે ધ્યાન બનેલા તંત્ર ક્યારે જાગશે… અને રોડ ઉપર વેસ્ટેજ જતુ મહામૂલ્ય પીવાનું પાણી ક્યારે અટકાવશે તેમ ગામની પ્રજાજનોમાં ચર્ચાઇ રહ્યું હતું…

Related posts

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી 1.47 કરોડથી વધુના વિદેશી શરાબ સાથે ટ્રક ઝડપાયો

admin

યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યું

admin

ગૌરી વ્રત ના જવારા વિસર્જન કરવા જતાં 35 વર્ષીય યુવક પ્રકાશ ચુનારા વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ ખાતે ડૂબ્યો.

admin

Leave a Comment