37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરતના વરાછામાં ટ્રક ઝાડ સાથે અથડાયો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

માહિતી મુજબ ઈશ્વર કૃપા સોસાયટી નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી G.M. Logistics કંપનીનો ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા કારણોસર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રક સીધો રસ્તા કિનારે આવેલા વૃક્ષ સાથે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ઝાડની ડાળીઓ તૂટીને રસ્તા પર ફેલાઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા આસપાસના રહીશો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગે રસ્તા પર પડેલા ઝાડના ભાગો અને ટ્રકને હટાવી ટ્રાફિકને પૂર્વવત કરવામાં મદદ કરી હતી. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, જેથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી લાખો રૂપિયા પડાવી લેનાર આરોપી ઝડપાયો

admin

સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં નજીવી બાબતે બબાલ થતાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળ પ્રયોગ કર્યો

admin

સુરત પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા

admin

Leave a Comment