43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતી બે અલગ અલગ છોટા હાથી ગાડીઓ ઝડપાઇ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બે અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ વાહનમાં પ્રોહિ મુદામાલ તથા બંને ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૯,૧૦,૨૬૬/- ના મુદ્દામાલ તથા બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર…

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા…. તે દરમ્યાન દરમ્યાન મોજે બાડવાવ ગામે પાનવડ તરફથી એક છોટાહાથી ગાડી જેનો આર.ટી.ઓ રજી.નંબર GJ-06-AU-1482 ના ચાલકે પોતાના કબ્જાની છોટા હાથીમા ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયર ટીન બોટલો નંગ-૨૮૮ કી.રૂ. ૫૮,૧૭૬/- તથા રોકડા રૂ.૭૦૦/- તથા મોબાઇલ નંગ -૧ કી.રૂ.૫૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી કુલ્લે કિં.રૂ.૨,૬૩,૮૭૬/- નો ગે.કા. મુદ્દામાલની હેરાફેરી કરી નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે એક હ્યુનડાઇ કંપનીની સફેદ કલરની ઔરા ફોર વ્હીલર જેનો આર.ટી.ઓ રજી.નંબર GJ-05-CY-1363 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની બોટલ નંગ-૨૮૮ ની કુલ કિંમત રૂપિયા.૪૧,૦૪૦/-નો તથા હ્યુનડાઇ કંપનીની ઔરા ફોર વ્હીલરની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા ચાલક ઇસમની અંગ ઝડતીમાંથી એક વીવો કંપનીનો પર્પલ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ ની કિ.રૂ.૫,૦૦૦/-નો તથા રોકડ રકમ રૂ.૩૫૦/- મળી કુલ કિ.રૂ.૬,૪૬,૩૯૦/-નો પ્રોહી મુદામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related posts

છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે એકી સાથે ત્રણ મકાનોમાં લાગી આગ

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અચાનક પહોંચ્યા છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની મુલાકાતે

admin

ડોન બોસ્કો હાઈસ્કૂલમાં નિવૃતિ સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

admin

Leave a Comment