વડોદરામાં અવાર નવાર ફ્રુડ સેફ્ટી ડિપાર્મેન્ટ દ્રારા ચેકીંગ હાથ ધરાય છે. આજે સયાજીગંજ ખાતે આવેલ એ.આર.ઓમલેટ અને લાજવાબ રેસ્ટોરન્ટ ના ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બંને રેસ્ટોરન્ટ્સ નોનવેજ રેસ્ટોરન્ટ્સ છે. જેના ચેકીંગ દરમ્યાન ઘોર બેદરકારી જોવા મળી હતી. રેસ્ટોરન્ટ્સ વપરાતા બિરયાનીમાં કલરની ભેળવી મળી આવી હતી. ૨૫ કિલો કલર મિશ્રિત બિરયાનીનો નાશ કરાયો હતો. ફ્રીઝમાંથી બગડેલાં શાકભાજી પણ મળી આવ્યા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડાં ચેડાં કરવામાં આવી રહ્યા હતા.એટલું જ નહિ પણ ફુડ લાયસન્સ પણ એક્સપાઇડ થઈ ગયેલ હતા. જેના પરિણામે ફ્રુડ સેફ્ટી ડિપાર્મેન્ટ દ્રારા બંને રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા.

