Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જવાહરલાલ નેહરુની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

જવાહરલાલ નેહરુ ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ નહેરુ ભવન ખાતે જવાલાલ નેહરૂની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ છે. નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં ૧૪ નવેમ્બર ૧૮૮૯નાં રોજ થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનાં જન્મ દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા.કયારેક તેમને “આધુનિક ભારતના શિલ્પી” તરીકે પણ સંબોધવામાં આવે છે. દરમિયાન આજરોજ તેમની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કીર્તિસ્તંભ ખાતે આવેલ નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગર સેવક, સાથે કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા

Related posts

ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા યોજાયેલ ડીજીપી કપનમાં ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા રેન્જની ટીમ વિજેતા બની

admin

સોમા તળાવ વિસ્તારમાં ડમ્પર ફરી વળતા યુવકનું મોત

admin

ડભોઇ શહેર ના પુંજીપા પાર્ક શેરી ગરબા ની રમઝટ અકબંધ માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી

admin

Leave a Comment