37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર વિશ્વામિત્રી નદીનું લેવલ સ્થિર થયા વડોદરા વાસીઓ માટે રાહત ના સમાચાર આવ્યા ત્યારે વડોદરા મ્યુ, કમીશ્નર અને સ્થાયી સમિતિના ચેરમેન એ સીસીસી કમાન્ડ સેન્ટર ની મુલાકાત લીધી…..

આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. હાલ વિશ્વામિત્રી નદી 29 ફૂટની ભયજનક સ્થિતિએ પહોંચી હતી ત્યારે વિશ્વામિત્રીમાં પાણીની આવક વધતા કાલાધોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો
વડોદરામાં આજે આખો દિવસ વરસાદ વિરામ લીધો હોવા છતાં ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરમાં સપાટી વધીને 212.15 થતા તેમાંથી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. 211 ફૂટ સુધી સપાટી જાળવી રાખવાની હોવાથી 1.15 ફૂટ પાણી છોડવામાં આવશે. જેને કારણે વિશ્વામિત્રી નદીમાં નમતી બપોરે સપાટી 29 ફૂટ સુધી પહોંચતા તંત્રએ સલામતીના કારણોસર વિશ્વામિત્રી કાલાઘોડાનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આજે વડોદરા મહા નગર પાલિકા ના મ્યુ. કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન એ સિસિસી કમાન્ડ ની મુલાકાત લીધી હતી અને મ્યુ. કમિશનર એ જણાવ્યું કે ઉપર વાસ માં વરસાદ ન હોવાના લીધે વિશ્વામિત્રી નું લેવલ ઉતરશે અને વડોદરા આજવા સરોવર ના દરવાજા બંધ કરવામાં આવ્યા છે જેથી વિશ્વામિત્રી નું લેવલ ઉતરશે અને વડોદરા શહેર ફરી ધમ ધમતું થશે

Related posts

ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવી ચોરીને અંજામ આપ્યો

admin

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ એલર્ટ

admin

ચીફ ઓફિસર ને આ વિસ્તારના લોકોની રજુઆત વહેલી તકે તેમના વિસ્તારની સમસ્યા હલ થાય તેવી માંગ..

admin

Leave a Comment