33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હજારો ટૂથ બ્રશના સંગ્રહ અને પ્રદર્શન માટે વડોદરાના દંત સંગ્રહાલયના નામે ચઢ્યા બે વિશ્વવિક્રમ…

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડ દ્વારા આપવામાં આવ્યા પ્રમાણપત્ર…

એશિયા સ્તરના પ્રથમ ખાનગી દંત સંગ્રહાલયમાં એ.આઈ. આધારિત દાંત તપાસ અને બાળકો માટેના એનીમેટ્રોનિકસ આકર્ષણો નો ઉમેરો…
દેશમાં અને વિશ્વમાં અનેક પ્રકારના સંગ્રહાલયો બન્યા છે.પરંતુ દંત સંગ્રહાલય અંગે ભાગ્યેજ સાંભળવા કે જોવા મળે છે.ત્યારે વડોદરામાં માત્ર ભારત નહિ પરંતુ એશિયા નું પહેલું ખાનગી દંત સંગ્રહાલય ડો.ચંદારાણા પરિવાર દ્વારા સમાજને દાંત સાચવીને, આખા શરીરની તંદુરસ્તી સાચવશો તો દાંતના દવાખાને જવું નહિ પડે એવો માર્મિક સંદેશ આપવા માટે બનાવવામાં આવ્યું છે.પોતાના વ્યવસાયને વિપરીત અસર કરે એવું આ સંગ્રહાલય લોકોને દાંતના આરોગ્યની કાળજી લેવાની બાબતમાં જાગૃત કરવા ડો.યોગેશ ચંદારાણાએ લાખો રૂપિયાની મૂડી લગાવીને બનાવ્યું છે.૨૦૧૬ થી શરૂ થયેલા ગુજરાતના કદાચિત એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલયને અત્યાર સુધીમાં ૪૦ હજારથી વધુ મુલાકાતીઓ એ નિહાળ્યું છે જેમાં બાળ મુલાકાતીઓની સંખ્યા મહત્તમ છે.
આ દંત સંગ્રહાલયમાં દાંતણ થી લઈને અદ્યતન યાંત્રિક ટૂથ બ્રશને આવરી લેતો હજારો ટૂથબ્રશ નો વિશાળ સંગ્રહ છે.આ સંગ્રહને અદ્યતન પ્રકાશ વ્યવસ્થા સાથે સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે.ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ ટૂથબ્રશ સંગ્રહની નોંધ લઇને બે વિશ્વવિક્રમ પ્રમાણિત કરવામાં આવ્યા છે.પહેલો રેકોર્ડ સંગ્રાહક તરીકે ડો.યોગેશ ચંદારાણા ના નામે નોંધવામાં આવ્યો છે.તો બીજો વિશ્વ વિક્રમ ટૂથ બ્રશીશ ના સહુથી વિશાળ સંગ્રહને આકર્ષક રીતે કાયમી પ્રદર્શિત કરવા માટે ડો.પ્રણવ, ડો.શ્રુતિ, ડો.ભાવના અને યજત ચંદારાણા ના નામે નોંધવામાં આવ્યો છે. ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમની આ સિદ્ધિ થી વડોદરા,ગુજરાત અને દેશનું ગૌરવ વઘ્યું છે.
વધુ જાણકારી આપતાં આ સંગ્રહાલયના સ્થાપક અને પ્રણેતા ડો.યોગેશ ચંદારાણા એ જણાવ્યું કે તેમના મ્યુઝીયમ ના ટૂથબ્રશ સંગ્રહમાં ૨૩૭૧ ટૂથબ્રશ છે જે ૨૬ જેટલા દેશોમાં થી મેળવવામાં આવ્યા છે.ટૂથબ્રશના સંગ્રાહક તરીકે તેઓ એટલા જાણીતા થયા છે કે હવે એમના મિત્રો,શુભેચ્છકો અને સારવાર લેનારા દર્દીઓ દેશ વિદેશમાં થી અવનવા ટૂથબ્રશ લાવીને તેમને ભેટ આપે છે.
દુનિયાનું પહેલું ટૂથબ્રશ આપણું દાતણ ગણાય.આ મ્યુઝિયમમાં દાતણ થી શરૂ કરીને ઓગણીસમી સદીમાં ઉપયોગમાં લેવાતાં હતા તેવા હાડકામાં થી અને પ્રાણીઓના વાળ થી બનાવેલા ટૂથબ્રશ સહિત ક્રમિક વિકાસના પગલે છેલ્લામાં છેલ્લા ૩૦ સેકંડના નામે જાણીતા ‘ એમા બ્રશ ‘ નો સમાવેશ થાય છે.
ડો.પ્રણવે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ અગાઉનો મહત્તમ ટૂથબ્રશના સંગ્રહનો રેકોર્ડ એક કેનેડિયન છોકરીના નામે હતો જે પોતે ડેન્ટિસ્ટ નથી. એ રીતે અમારો આ સંગ્રહ ડેંટિસ્ટ દ્વારા સંગ્રહ કરવામાં આવેલો સહુથી મોટો સંગ્રહ પણ છે.કેનેડિયન છોકરીના સંગ્રહમાં ૧૬૭૮ ટૂથબ્રશ છે.ગિનિસ સંસ્થાનો નિયમ એવો છે કે છેલ્લામાં છેલ્લો વિક્રમ જેના નામે હોય એનાથી સંગ્રહમાં ૨૦૦ જેટલી વધુ સંખ્યા હોવી જોઈએ. એ શરતમાં અમારો સંગ્રહ માન્ય ઠર્યો અને રેકોર્ડ અમારા નામે નોંધવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષ દરમિયાન દાંત અને દંત ચિકિત્સા સંબંધિત અવનવી ચીજવસ્તુઓ અને સાધનોના સંગ્રહ માટે ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમને ‘ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ ‘ અને ‘ એશિયા બુક ઑફ રેકૉર્ડસ ‘ માં સ્થાન આપવામાં આવ્યું છે.તાજેતરમાં અમેરિકાના દંત ચિકિત્સકોની સંસ્થાએ પણ દંત સંગ્રહાલય બનાવીને લોકોને દાંત ના આરોગ્યની જાળવણી માટે જાગૃત કરવા બદલ ચંદારાણા પરિવારનું ખાસ બહુમાન કર્યું હતું.
હિંસક પ્રાણીઓ પણ કરાવે છે દાંતની સફાઈ……
ઘણા માણસો બ્રશ કરવામાં કોચરાઇ કરે છે ત્યારે એ જાણીને આશ્ચર્ય થશે કે વાઘ,સિંહ,હિપ્પો,મગર કે મહાકાય હાથી એમના દાંતની સફાઈ પક્ષીઓ પાસે કરાવે છે કે ઝાડના થડિયે દાંત ઘસીને જાતે કરે છે.મ્યુઝીયમ નો ઓગમેન્ટેડ રિયાલિટી શો આવી જાણકારી એનિમેશન ની મદદથી આપે છે.એટલે આ સંગ્રહાલય બાળકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.બાળકોને ગમ્મત સાથે દાંતની કાળજીની સમજ આપતી રેલગાડી ઓરલ હેલ્થ એકસપ્રેસ ટ્રેન અહીં મૂકવામાં છે જે ફેરવી શકાય છે.
આ ઉપરાંત બાળકોને દાંત ની આરોગ્ય રક્ષાનો બોધ આપતી એનીમેટેડ ફિલ્મ થી આગળ વધીને હવે ‘ એનીમેટ્રોનીકસ ડેન્ટલ ઓરકેસ્ટ્રા શો ‘ તથા ‘ એનીમેટ્રોનિક્સ હેલ્થ ટોક શો ‘ ઉમેરવામાં આવ્યા છે.
આ મ્યુઝીયમની મુલાકાતે શાળાઓના બાળકો વધુ આવે છે.તેમની સાથે આવતા શિક્ષકોનું કહેવું હતું કે મુલાકાતની સાથે બાળકોના દાંતની આરોગ્ય સ્થિતિની જાણકારી મળે તો ઉત્તમ રહેશે.
તેને અનુલક્ષીને વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય ‘ એ. આઇ. ડેન્ટલ સ્કેન ‘ ની નવી સુવિધા ઉમેરવામાં આવી છે જે એક જ મિનિટમાં દંત અને મુખ આરોગ્યનો ચિતાર,કોઈ રોગ કે તકલીફની જાણકારી આપી દેશે.વિદ્યાર્થીઓ ની આ સાધનની મદદથી વિનામૂલ્યે દંત તપાસ કરી આપવામાં આવશે.
આ દંત સંગ્રહાલય સ્વ ખર્ચે અને દાંત સાચવશો તો આરોગ્ય સચવાશે અને સારવાર ના રૂપિયા બચશે એવો સંદેશ આપવાના ઉમદા આશય સાથે બનાવવામાં આવ્યું છે.તમામ મુલાકાતીઓ અને શાળાઓ સરળતા અને વ્યવસ્થા માટે ફોન નં. ૯૪૦૮૮ ૧૮૮૮૫ પર સંપર્ક કરી,મુલાકાત નોંધાવીને નિહાળવા આવે તો વધુ યોગ્ય રહેશે…

Related posts

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના ધંધામાં પડેલા પરિવારના સદસ્યો ફરી એક વાર ચર્ચામાં આવ્યા

admin

અટલ બ્રિજ પર બસ ચાલકે કાર ચાલકને આડફેટ લેતા અકસ્માત સર્જાયો..

admin

ડભોઇ એસ.ટી. ડેપો સામે આવેલા સરકારી કર્મચારીઓના જર્જરિત આવાસો બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો

admin

Leave a Comment