33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ એસ.ટી. ડેપો સામે આવેલા સરકારી કર્મચારીઓના જર્જરિત આવાસો બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો

ડભોઇ એસ.ટી. ડેપો સામે આવેલા સરકારી કર્મચારીઓના જર્જરિત આવાસો બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો નવીન મકાનો બનાવવામાં તંત્રની ઉદાસીનતા:

કિંમતી સામાનની ચોરી થતી હોવાની બૂમ ડભોઇ તાલુકા પંચાયતની બાજુમાં અને એસ.ટી. ડેપોની બિલકુલ સામે આવેલા માર્ગ અને મકાન વિભાગના સરકારી ક્વાર્ટર્સ હાલમાં ભયજનક હાલતમાં ફેરવાયા છે. એક સમયે ધમધમતા આ રહેણાંક મકાનોને તંત્ર દ્વારા ‘કદમ’ (જર્જરિત) જાહેર કરી ખાલી તો કરાવી દેવાયા છે, પરંતુ વર્ષો વીતવા છતાં નવીન બાંધકામ ન થતા આ જગ્યા હવે ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.૩૦ વર્ષ જૂની ઇમારત હવે ખંડેર હાલતમાં પ્રાપ્ત વિગતો મુજબ, માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા અંદાજે ૩૦ વર્ષ પૂર્વે વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે આ આવાસો બનાવવામાં આવ્યા હતા. અહીં અનેક કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સુખરૂપ રહેતા હતા.

પરંતુ સમય જતાં ઇમારત જર્જરિત બનતા અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાતા, તંત્રએ સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓ પાસે મકાનો ખાલી કરાવી દીધા હતા. હાલમાં બિલ્ડિંગની બહાર ‘પ્રવેશ નિષેધ’ના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે ચોરી અને અસામાજિક તત્વોનો ત્રાસ સ્થાનિકો અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ખાલી પડેલી ઇમારતનો લાભ હવે અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે. રાત્રિના સમયે અહીં નશાખોરો અને અસામાજિક તત્વોનો જમાવડો રહેતો હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, બંધ મકાનોમાંથી બારી-બારણાં, નળ અને અન્ય કિંમતી સામાનની પણ મોટા પાયે ચોરી થઈ રહી હોવાની રજૂઆતો ઉઠી છે કર્મચારીઓની હાલાકી અને લોક માંગ સરકારી આવાસની સગવડ છીનવાઈ જતાં કર્મચારીઓને ખાનગી મકાનોમાં મોંઘા ભાડા ભરીને રહેવાની નોબત આવી છે. બીજી તરફ, શહેરની મધ્યમાં આવેલી આ સરકારી મિલકત ધૂળ ખાઈ રહી છે અને દિન-પ્રતિદિન વધુ ભયજનક બની રહી છે.જર્જરિત ઇમારતને સત્વરે તોડી પાડીને ત્યાં નવીન આધુનિક ક્વાર્ટર્સ બનાવવામાં આવે.જ્યાં સુધી નવું બાંધકામ ન થાય ત્યાં સુધી અસામાજિક તત્વોને રોકવા માટે યોગ્ય સુરક્ષા કે ફેન્સિંગ કરવામાં આવે.
​કર્મચારીઓને વહેલી તકે પોતાના હકના આવાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ ગંભીર મુદ્દે ક્યારે જાગશે અને ક્યારે આ ખંડેર ઇમારતનું ભાગ્ય બદલાશે.

Related posts

“Sunday on Cycle” કાર્યક્રમથી આરોગ્ય, ફિટનેસ અને પર્યાવરણ અંગે જાગૃતિ

admin

રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ દુકાનમાં વહેલી સવારે આગ લાગી

admin

ડભોઇ તાલુકાના થરવાસા ઓવર બ્રિજ નજીક વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ

admin

Leave a Comment