Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી

વડોદરા શહેરના સુરસાગર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક તથા દબાણની સમસ્યા ઘટાડવા હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ ફરી એકવાર વિવાદમાં આવી છે. દબાણ શાખાની ટીમ લારી–ગલ્લા હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક મહિલા લારી ધારકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

કાર્યवाही દરમિયાન એક મહિલા લારી ધારક અત્યંત આક્રોશિત થઈ ગઈ હતી. મહિલાનો આક્ષેપ હતો કે કેટલાક દિવસો પહેલાં કોર્પોરેશનના અધિકારીઓએ સૂચના આપી હતી કે લારીઓ રોડ પરથી દૂર, અંદરની તરફ ખસેડવી. તેમના જણાવ્યા મુજબ, તમામ લારીઓએ આ સૂચનાનું પાલન કરીને વ્યવસ્થિત ગોઠવણી કરી દીધી હતી. છતાં તંત્ર દ્વારા ઓચિંતી કાર્યવાહી કરીને લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

આક્રોશિત મહિલાએ મીડિયાની હાજરીમાં જણાવ્યું હતું:
“અમે નિયમ મુજબ લારીઓ અંદર રાખી છે, તો અમારી જ લારી કેમ ઉપાડી જાય છે? બીજી બાજુ કોઈ કાર્યવાહી થતી નથી. અમને જ ટારગેટ કરવામાં આવે છે.”

લારી ધારકોનું કહેવું છે કે તેઓ નિયમોનું પાલન કરે છે છતાં તંત્ર દ્વારા હેરાનગતિ અને અસમાન વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. દબાણ હટાવ ઝુંબેશને કારણે નાના ધંધાર્થીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે.

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અઘ્યક્ષ નિષિધ દેસાઈની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભા યોજાઈ

admin

પાલિકા યુપીવાળી કરવાના મૂડમાં મુખ્ય આરોપી મુન્ના બનજારા અને અાફતાબ બનજારાના મકાન ગેરકાયદેસર હોવાની નોટિસ અપાઈ

admin

ડભોઇ એપીએમસીની ચૂંટણીમાં ૩૦ વર્ષ બાદ ભગવો લહેરાયો

admin

Leave a Comment