33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો

વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ટેમ્પો ના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા.અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હરણી વારસિયા રીંગરોડ ઉપર કિશનવાડી નજીક પાલિકાના કચરા કલેક્શન કરતી ગાડીના ચાલકે નશામાં ધૂત થઈ અકસ્માત સર્જ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પોના ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વડોદરા મહાનગર પાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો. ચાલક મુન્ના ભુરાભાઈ મેઢા ઉ.વ. 29 હાલ રહે મહાકાળી મંદિરની સામે આવેલ ઝૂંપડામાં, આરસીસી રોડ ગાજરાવાડી વડોદરા મૂળ રહે,એમપી નાઓએ ચિક્કાર દારૂ પીધેલો હતો. તેણે પુરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોડયા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી જેથી ટેમ્પો પણ દૂર સુધી ધસડાયો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને ફંગોડયા હતા. જે બાદ રોડ બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Related posts

વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ 200 ફરિયાદો પર કાર્યવાહી

admin

ડૉ.હેમાંગ જોશી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ

admin

આપણી ધરોહર દ્વારા વડોદરાની ઐતિહાસિક ઇમારતો માટે હેરિટેજ વોકનું આયોજન

admin

Leave a Comment