વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક બેનરો અને યુનિટી માર્ચ માં લગાવેલ તિરંગા ધ્વજનું અપમાન ને લઈ વડોદરા શિવસેના દ્વારા પાલિકા ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી…
વડોદરા મહાનગરપાલિકા એ ભગવાન ખંડોબા ના લગાવેલ બેનરો ઉતારી દેવામાં આવ્યા હતા જેને લઈને વિવાદ સર્જાયો હતો સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી અને પદયાત્રાના રૂટ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવેલ રાષ્ટ્રીય ધ્વજ નું અપમાન થતાં વડોદરા શિવસેના દ્વારા પાલિકાની વડી કેચેરી ખાતે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા સાથે રાષ્ટ્રધ્વજ ને સન્માન પૂર્વક હટાવવા માટે પાલિકાની વડી કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી .

