43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એશિયા કપ -2025 ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશીપની સ્પર્ધામાં વડોદરાના વિજેતા ખેલાડીઓનુ સન્માન

મુંબઈ ખાતે યોજાયેલી એશિયા કપ -2025 ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશીપની સ્પર્ધામાં વડોદરાના વિજેતા ખેલાડીઓનુ સન્માન કરવામાં આવ્યું.

ગત તા.14 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે એશિયા કપ -2025 ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપનુ આયોજન અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે એશિયન સ્પોર્ટ્સ શિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારત, જાપાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, તથા શ્રીલંકા સહિતના એશિયાઇ દેશોના કુલ 800 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં વડોદરાના જયેશ સિતોર્યુ કરાટે ફેડરેશનના ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ,સિલ્વ તથા બ્રોન્ઝ મેડલ જીતી વડોદરાનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સંસ્થાના ડાયરેકટર જયેશ ધાયબર તથા ડાયરેક્ટર હેતલ ધાયબર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના વિજેતા ખેલાડીઓ જેમાં સમર્થ પંચાલ, હની અગ્રવાલ,અરીન અગ્રવાલ, આયુષ જાધવ,દીત્યા શાહ, રક્ષ પટેલ,મયુરી વાંગીકર, તિર્થ નિકમ તથા શિવ રાજપૂત સહિતના વિજેતા ખેલાડીઓને આજરોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ડાયરેક્ટર જયેશ ધાયબર, ડાયરેક્ટર હેતલ ધાયબર,રેખા પંચાલ ના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ નવ્યા પરમાર તથા દેવપુત્રીસેન ને બ્લેકબેલ્ટ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શિવપ્રકાશ રાજપૂત તથા જીગ્નેશ મોચી અને આશ્રય શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે જયેશ સિતોર્યુ કરાટે ફેડરેશનના ડાયરેક્ટર જયેશ ધાયબરે વર્તમાન સમયમાં જે રીતે બાળકીઓ, યુવતીઓ તથા મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર જેવી ઘટનાઓ થઈ રહી છે તેવા સંજોગોમાં પોતાની આત્મરક્ષા માટે કરાટેની તાલીમ લેવી અનિવાર્ય છે કારણ કે કોઇપણ સ્થળે, સમયે અચાનક, અણધારી થતી ઘટના સમયે તરત જ મદદ મળવી શક્ય હોતી નથી આવા સંજોગોમાં જો કરાટેની તાલીમ લીધી હોય તો આત્મરક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Related posts

ગત વર્ષે આવેલ પૂરની આર્થિક સહાય ન ચૂકવાતા મામલતદાર કચેરીએ મોરચો

admin

સાવલી તાલુકાના જુના સમલાયા ગામે નવીન મકાન નું લોકાર્પણ કરવામાં આવ્યું

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન-૧ વિસ્તારમાં વાહન ચેકિંગ તથા કોમ્બિન હાથ ધરવામાં આવ્યું

admin

Leave a Comment