Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની વિની સપ્રેએ CS પ્રોફેશનલમાં ઓલ ઈન્ડિયા રેન્ક 4 મેળવી શહેરનું ગૌરવ વધાર્યું

વડોદરાની દીકરી વિની સપ્રેએ ડિસેમ્બર 2025માં યોજાયેલી CS પ્રોફેશનલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી સમગ્ર ભારતમાં ચોથો ક્રમ (AIR 4) હાંસલ કર્યો છે. સાથે જ તેણે વડોદરા શહેરમાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે.

વિની સપ્રેએ પોતાની સફળતાનું શ્રેય શિસ્તબદ્ધ તૈયારી અને સતત મહેનતને આપ્યું છે. તેણે બી.બી.એ.ના અભ્યાસ સાથે જ આ કઠિન કોર્સ માત્ર બે વર્ષમાં પૂર્ણ કર્યો હતો, જે તેના સમર્પણ અને આયોજનબદ્ધ અભ્યાસનો ઉત્તમ દાખલો છે.

પરીક્ષાના અંતિમ મહિનાઓમાં વિની દરરોજ અંદાજે 8 કલાક અભ્યાસ કરતી હતી. વધુ એકાગ્રતા માટે તેણે રાત્રિના સમયે અભ્યાસ કરવાનો અને 2-2 કલાકના ટૂંકા સ્લોટમાં વાંચવાની ખાસ વ્યૂહરચના અપનાવી હતી. તેના મતે, કાયદા આધારિત આ પરીક્ષામાં સતત મહેનત, યોગ્ય આયોજન અને વિષયની ઊંડી સમજ સફળતાની ચાવી છે.

વિનીએ વધુમાં જણાવ્યું કે હાલ વધતો પાસિંગ રેટ નવા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક સાબિત થઈ રહ્યો છે અને યોગ્ય માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવી શકે છે. તેણીની આ સિદ્ધિ વડોદરાના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

Related posts

સબ ઓફીસર (ફાયર) ની સીધી ભરતીથી થતી ભરતી પ્રક્રિયા રદ્દ કરી સીનીયોરીટી મુજબ સૈનિકો અને સર સૈનીકો ને બઢતી આપવા બાબત આજરોજ કોર્પોરેશન ખાતે એકત્ર થઈ રજૂઆત કરી હતી

admin

વડોદરાના એક્ટર રોમિલ પટેલે પ્રયાગરાજમાં સ્નાન કરીને યુવાનો ભારતીય પરંપરા સાથે જોડાય તેવી પ્રાર્થના કરી

admin

વરસાદી માહોલમાં પોર નજીક ટ્રક બ્રિજ નીચે ખાબક્યો…

admin

Leave a Comment