Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર

વિસાવદર ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ જેપી હિરાણી તેમજ કિસાન આગેવાનો અગ્રણીઓ સાથે વિસાવદર મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી ને આ આવેદન પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 24/25 ના મગફળી વાવેતરમાં વરસાદ પડવાને કારણે પાકને ઘણું નુકસાન થયું છે તે નુકસાન નું હજુ કોઈ વળતર આપવામાં આવ્યું નથી જ્યારે અમરેલી જિલ્લામાં એક્ટરે 11,000 અને 2 હેક્ટરે ૨૨ હજાર નુકસાન પેટે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે તો વિસાવદર તાલુકા માટે શા માટે તેમને આ વર્તનથી બાકાત રાખવામાં આવ્યા છે અને હજુ સુધી વિસાવદર તાલુકા ના ખેડૂતોને આ મગફળી વાવેતરના નુકસાન બાબતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી તેમ જ વિશેષમાં રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે વ્યાજ સહાય પણ ત્રણ વર્ષથી મળી નથી તો આ બાબતે ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિસાવદરના ભારતીય કિસાન સંઘ ના પ્રમુખશ્રી જે. પી. હિરાણી તેમજ મંત્રી રાજુભાઈ તથા રસીકભાઈ માથુંકીયા અને ધનજીભાઈ છોડવડીયા તથા ભીખુભાઇ લાખાણી તેમજ અન્ય આગેવાનો દ્વારા આ આવેલ પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર લાયન્સ કલબ દ્વારા “ગુરુ વંદના” સાથે શિક્ષક દિન ઉજવાયો.

admin

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા ચૂંટણી બુથને ગ્રીન ઇલેક્શન થીમ સાથે સુશોભીત કરવામાં આવ્યા

admin

વિસાવદર તાલુકાના શાપર ગામે સિંહે કર્યું 35 ઘેટાં બકરાનો શિકાર

admin

Leave a Comment