વિસાવદર: તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા લાયન વર્ષ ૨૦૨૫/૨૬ અંતર્ગત વિવિધ સેવા પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ.જે.એફ. લાયન અભયભાઈ શાહના સેવા સ્લોગન “નીડ બેઝ સર્વિસ પ્લસ” તેમજ ઈન્ટરનેશનલ સ્લોગન “લીડ ટુ સર્વ, સર્વ ટુ લીડ” ને સાર્થક કરવા હેતુસર આ સેવાકાર્યો યોજવામાં આવ્યા હતા.
આ સેવાપ્રવૃત્તિઓ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી, પી.એમ.જે.એફ./પી.ડી.જી. લાયન ચંદ્રકાન્તભાઈ દફતરી, એમ.જે.એફ./પી.ડી.જી. લાયન ધીરજલાલ રાણપરીયા, એમ.જે.એફ. લાયન રૂપલબેન લખલાણી તેમજ રીજીયન-૪ના રીજીયન ચેરપર્સન લાયન યતીનભાઈ ઠુંમરના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ યોજાઈ હતી.
લાયન્સ કલબ વિસાવદર દ્વારા વિઝન, ડાયાબિટીસ, યુથ, હંગર, એન્વાયરમેન્ટ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં સતત સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત આજરોજ તાલુકાની પ્રેમપરા આંગણવાડી નં. ૨ ખાતે બાળકોને લાડુ અને ગાંઠિયાનું ભોજન પીરસી માનવસેવા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.
લાયન્સ કલબ વિસાવદર દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સરાહનીય પ્રયાસ ગણાઈ રહ્યો છે.

