37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

શિયાળાના આગમન સાથે શાકભાજીની આવક ડભોઇ શહેરમાં વધી

શિયાળાના આગમન સાથે જાત જાતના શાકભાજીની આવક ડભોઇ શહેર બજારોમાં વધી રહી છે. તેમા સ્વાસ્થ વર્ધક શાકભાજી આવી ગઇ છે.જેથી લોકોમાં શિયાળામાં આંબળા,લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજી ની ડીમાન્ડ વધી ગઈ છે.આંબળા,લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજીની લોકો ખરીદી કરી રહ્યા છે

લીલી ડુંગળી ભોજન બનાવટ ઉપરાંત અન્ય લીલી શાકભાજીને વધુ ટેસ્ટ ફૂલ બનાવવા માટે વધુ મહત્તમ ઉપયોગ થતો હોય છે. આરોગ્યવર્ધક શિયાળાની તુમાં ખાવામાં આવતી લીલી ડુંગળી સલ્ફરનો હોય ખરેખર માનવ શરીર માટે અત્યંત ફાયદા કારક ગણાતી રહેલી છે.લીલી ડુંગળી કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. એટલું જ નહિ તેના અન્ય પણ આરોગ્યલક્ષી લાભો છે.

હોટલ રેસ્ટોરેન્ટમાં મળતી ચટાકેદાર ચાઈનીઝની વિવિધ વાનગીઓમાં અત્યંત આવશ્યક ઘટક ગણાતી લીલી ડુંગળીના લીલી પાંદડાવાળો અને અન્ય સફેદ ભાગ બંને ખાદ્ય છે.વર્ષ દરમિયાન મળતી સૂકી ડુંગળીના તીખા સ્વાદની સરખામણી માં થોડો હળવો સ્વાદ ધરાવતી લીલી ડુંગળી રાંધીને કે કાચી પણ ખાઈ શકાતી હોય તેનો કોઈ પણ લીલા શાકભાજી બનાવવામાં ભોજન વધારે બનાવવામાં મહત્તમ ઉપયોગ થાય છે

ડભોઇ શહેરમાં બજારોમાં શિયાળાના આગમન સાથે લીલી ડુંગળી અને લીલુ લસણના વેચાણમાં ઉછાળો આવ્યો હતો.
ફલેવોનોઈડસ જેવા સંયોજનો ધરાવતી લીલી ડુંગળી કેન્સર સેલ ઉત્પન્ન કરનાર ઉત્સેચકો સામે લડે છે. આથી આયુર્વેદાચાયી અને આહારશાસ્ત્રીઓ કેન્સરના જોખમો ટાળવા માટે આહારમાં લીલી ડુંગળીનો મહત્તમ ઉપયોગ કરવાનું સુચન કરતા હોય છે. એટલું જ નહિ હાડકા, પેટ સબંધિત બીમારીઓ, ઝાડા, કબજીયાત અને અન્ય સહીત કોઈપણ જઠરને લગતી સમસ્યાને હળવી કરવા માટે, હાઈ બ્લડપ્રેશર, મોટાપા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ઈન્સ્યુલિનનું
સ્તર વધારવા માટે આંખની તંદુરસ્તી માટે સારો વિકલ્પ ગણાતી લીલી ડુંગળીમાં ૬ જેટલા વિટામીન હોય છે. આથી જ શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ગણાતી લીલી ડુંગળી ના વેચાણ માં વધારો જોવા મળી રહ્યો છે. ડભોઇ શહેરમાં શાકમાર્કેટમાં લીલી ડુંગળીના ભાવ રૂ.૮૦ થી લઈ ૧૦૦ કિલોના ભાવે તેમજ રૂ. ૧૦ અને ૨૦ની ઝૂડી સ્વરૂપે વેચાઈ રહેલી છે. ડભોઇ શહેરમાંં મથકોમાં લીલી ડુંગળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે.

Related posts

વડોદરા શહેર માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ નું ફેશબુક એકાઉન્ટ હેક

admin

સામાજિક કાર્યકર પર કિન્નાખોરી રાખી ધક્કામુક્કી કરીને તેની સામે ખોટી ફરિયાદ કરાઇ હોવાના આક્ષેપ

admin

વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓ નો૧૨ મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

admin

Leave a Comment