33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

હાલોલ નજીક એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા કંપનીમાં કામદારોનો હંગામો

હાલોલ તાલુકામાં આવેલી એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાં કામદારો દ્વારા ભારે હંગામો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 30થી વધુ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તેઓ કંપનીના ગેટ પર બેસી નારેબાજી કરતા જોવા મળ્યા હતા.

કામદારોના જણાવ્યા મુજબ 15થી 18 વર્ષથી કામ કરતા જૂના કામદારોને કોઈ પૂર્વ નોટિસ અથવા યોગ્ય કારણ વિના માત્ર વોટ્સએપ મેસેજ દ્વારા નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, જેને લઈને ભારે રોષ ફેલાયો છે. કામદારોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક ન્યાય પંચના હુકમ હોવા છતાં કંપની દ્વારા “કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો” હોવાનું બહાનું આપી તેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં પ્લાસ્ટિક માસ્ટર બેચ, જે બોટલ ઉત્પાદનમાં ઉપયોગી થાય છે, તેનું ઉત્પાદન કરવામાં આવે છે. કામદારોનો દાવો છે કે વર્ષો સુધી સેવા આપ્યા છતાં તેમને માત્ર 12થી 13 હજાર જેટલો માસિક પગાર આપવામાં આવતો હતો અને હવે અચાનક છૂટા કરાતા આર્થિક શોષણનો મુદ્દો પણ સામે આવ્યો છે.

નિકાલ ન આવતા કામદારો કંપનીના મુખ્ય ગેટ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને કેટલીકવાર અવરજવર પણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કામદારોને માર્ગ અવરોધ ન કરવા સમજાવટ શરૂ કરી હતી.

આ મામલે કંપની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી, જ્યારે કામદારો ન્યાયની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યા છે.

Related posts

પંચમહાલ જિલ્લાના જુદા જુદા ૬ તાલુકામાંથી જિલ્લા પુરવઠા અને મામલતદારોની ટીમે ગેરકાયદેસર ઉપયોગ થતા ૧૫૨ જેટલાં ગેસ સિલિન્ડરો પકડયા.

admin

જાંબુઘોડા રણછોડરાય મંદિરે રાત્રે ૧૨ વાગે શ્રી કૃષ્ણ જન્મદિવસ ની ઉજવણી કરાઈ

admin

જાંબુઘોડા ના ઉઢવણ ગામે રામજી મંદીરે રામદેવજીની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરાઈ….

admin

Leave a Comment