33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

સબજેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધિરજ હોસ્પિટલ પીપરીયા દ્વારા આજે સબ જેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એમ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન તેમજ સબજેલ સુપ્રિટેન્ડેન્ટ ડી.કે પરમાર સાથે સંકલન હેઠળ યોજવામાં આવેલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ધિરજ હોસ્પિટલ પીપરીયાની નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વિવિધ બીમારીઓનું સ્ક્રિનીગ કરી જરૂરી તપાસ અને સારવાર આપવામાં આવી હતી. જેમાં ધિરજ હોસ્પિટલ પીપરીયા તેમજ જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલાજા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના ડો‌.કુલદીપ રાઠવા તથા છોટાઉદેપુર ના વાલસિંગભાઈ રાઠવા,જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા અને અનિલભાઈ સુતરીયા સહિત ની ટીમ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ માં સેવાઓ આપવા માં આવી હતી. સર્વરોગ નિદાન કેમ્પ માટે ઇન્ચાર્જ સબજેલ સુપ્રિટેન્ડેન્ટ જે.આર શામળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ગામ લોકો જાતે રસ્તો બનાવા મજબુર

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના સાત વોર્ડમાં 21,765 જેટલા મતદારો

admin

છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.

admin

Leave a Comment