ભગવાન બુદ્ધની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે, જ્યુબિલિબાગ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરામાં આજે બુદ્ધ પૂર્ણિમા, ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા તેમની જ્યુબિલીબાગ સ્થીત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની અને ડે.મેયર ચિરાગ બારોટ તથા ચેરમેન શિતલ મિસ્ત્રી,ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના દંડક બાળકૃષ્ણ શુક્લ,ભાજપ શહેર પ્રમુખ જય પ્રકાશ સોની,વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

