40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અક્ષર ચોક નજીક મેપલ વિસ્ટા પાસે છત પરથી યુવાનની મો-તની છલાંગ

વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં આવેલી જાયડેક્સ હોસ્પિટલ પાછળ, મેપલ વિસ્ટામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. નવયુવાન બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.ઘટના બનતા પહેલા એક યુવાનને જાણ થતાં જ એક જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરીને જાણ કરી હતી કે એક યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવાને મોતની છલાંગ લગાવી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માહિતી મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે, અને આ યુવાન કોણ છે અને યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે.

Related posts

ડભોઇમાં આગામી તહેવારોને લઈ પોલીસ પ્રશાસન સતર્ક, હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે યોજાઈ શાંતિ સમિતિની બેઠક

admin

“ચેટીચંદ” નિમિત્તે બહેરાણા સાહેબ અને માતાની ચોકીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

admin

વડોદરામાં છેડતીની ચોંકાવનારી ઘટના : નાની દીકરી સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

admin

Leave a Comment