વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં આવેલી જાયડેક્સ હોસ્પિટલ પાછળ, મેપલ વિસ્ટામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. નવયુવાન બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.ઘટના બનતા પહેલા એક યુવાનને જાણ થતાં જ એક જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરીને જાણ કરી હતી કે એક યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવાને મોતની છલાંગ લગાવી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માહિતી મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે, અને આ યુવાન કોણ છે અને યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે.

