Genius Daily News
ગુજરાત

આખરે ગંભીરા બ્રિજ પરનો ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલ ટ્રક બહાર કાઢી મૂળ માલિકને સોપાયો

આખરે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કંપની અંતર્ગત મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને ટ્રકને નીચેથી ઊંચું કરવામાં સફળતા મળી છે. કેપ્સુલ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 27 દિવસ બાદ આખરે મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ૬૦ ઉપરાંત ટેકનીકલ અને નિષ્ણાત ટીમે કોઈ પણ ચાર્જ લીધા વગર ૯૦૦ મીટર દુર થી કેટલાક પડકારો નો સામનો કરી સરળતા થી ટેન્કરને નીચેથી ઊંચું કરી તેને સહી સલામત બ્રિજ પર લઈ લેવામાં આવ્યું હોવાનું ઓપરેશન હેડ કેતન ગજ્જર દ્વારા જણાવાયુ. જ્યારે આણંદ જીલ્લા કલેકટર દ્વારા પણ મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ટીમનો આભાર વ્યક્ત કરી ટ્રક મૂળ માલિક ને સોપવામાં આવી હોવાની વાત જણાવી હતી.

Related posts

દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં માં અંબાની પૂજા અર્ચના ગોલુના નામથી કરવામાં આવે છે

admin

ગુજરાત રાજ્યનું ૨૦૨૫-૨૬ના વર્ષનુ 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવમા આવ્યુ

admin

શરતી જમીન મળતા ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા વિધાનસભા પહોંચ્યા

admin

Leave a Comment