30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર તુલસીવાડી વિસ્તારમાં દીવાલ થઇ ધારાશાયી વાહનોને પહોંચ્યું નુકશાન

વડોદરા શહેરમાં કમોસમી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.ભારે વરસાદને પગલે શહેરના તુલસીવાડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

​તુલસીવાડી વિસ્તારમાં આવેલા મંદિરની દીવાલ અચાનક ધરાશાયી થતાં ત્યાં પાર્ક કરેલા અનેક વાહનો તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દીવાલ પડવાની ઘટનાના પગલે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ભારે વરસાદના કારણે દીવાલ નબળી પડી જતાં તે એકાએક તૂટી પડી હતી. દીવાલ ધરાશાયી થવાના કારણે નીચે પાર્ક કરેલી એક કાર, બાઈક અને રીક્ષા સહિતના વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.​જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Related posts

વડોદરા પાલિકાના પદાધિકારીઓની ગાડીઓ પર લગાડવામાં આવેલ સાયરનને કાઢી લેવામાં આવ્યા

admin

મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં 26 ફેબ્રુઆરીના રોજ શિવજીની સવારી નિકળનાર છે જેને લઈને આજે આયોજકો દ્વારા પોલીસ કમિશનર સાથે બેઠક મળી

admin

ડભોઇ શહેર ના પુંજીપા પાર્ક શેરી ગરબા ની રમઝટ અકબંધ માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી

admin

Leave a Comment